પવન દાવુલુરી Microsoft Windowsના નવા બૉસ બન્યા, IIT મદ્રાસમાંથી કર્યુ છે ગ્રેજ્યૂએશન

New Update
પવન દાવુલુરી Microsoft Windowsના નવા બૉસ બન્યા, IIT મદ્રાસમાંથી કર્યુ છે ગ્રેજ્યૂએશન

IIT મદ્રાસમાંથી ભણેલા પવન દાવુલુરીને માઇક્રોસોફ્ટમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે. હવે તે માઇક્રોસોફ્ટના વિન્ડોઝ અને સરફેસના નવા બૉસ બની ગયા છે. પાનોસ પનાય બાદ તેમને આ પદ મળ્યું છે, જે અગાઉ આ વિભાગના વડા હતા. Panos Panay ગયા વર્ષે માઈક્રોસોફ્ટ છોડીને Amazon માં જોડાઈ ગયા હતા. મિરોસોફ્ટ પહેલાથી જ વિન્ડોઝ અને સરફેસને અલગ કરી ચૂક્યું હતું અને બંનેનું નેતૃત્વ અલગ હતું.

અગાઉ, દાવુલુરી સરફેસ સિલિકોનના કામની દેખરેખ રાખતા હતા, જોકે આ સમય દરમિયાન વિન્ડોઝ વિભાગનું નેતૃત્વ મિખાઇલ પારખિન કરતા હતા. મિખાઇલ પારખિન નવી ભૂમિકાઓ શોધવા માંગે છે, ત્યારબાદ દાવુલુરીને વિન્ડોઝ અને સરફેસની જવાબદારી સોંપવામાં આવી છે.

Latest Stories