Connect Gujarat
ટેકનોલોજી

સરળતાથી સીમ કાર્ડ હવે નહીં મળે… ઓક્ટોબરથી લાગુ થશે આ કડક નિયમ, ફટાફટ આ કામ પૂર્ણ કરી લેજો.....

ટેલીકોમ કંપનીઓને 30 સપ્ટેમ્બર પહેલા પોતાના બધા સેલ્સ સેન્ટરનું રજીસ્ટ્રેશન કરવાનું છે.

સરળતાથી સીમ કાર્ડ હવે નહીં મળે… ઓક્ટોબરથી લાગુ થશે આ કડક નિયમ, ફટાફટ આ કામ પૂર્ણ કરી લેજો.....
X

ટેલીકોમ ડિપાર્ટમેન્ટ ભારતમાં સિમ કાર્ડને લઈને ઘણા નવા નિયમ લઈને આવ્યું છે જે લોકોના સિમ કાર્ડ ખરીદવા અને એક્ટિવ કરવાની રીતને વધારે કડક કરવા જઈ રહ્યું છે. ટેલીકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા ભારતમાં સિમ કાર્ડના વેચાણ અને ઉપયોગ કરવાનાને લઈને નવા નિયમ જોડ્યા છે અને જુના નિયમોમાં થોડા વધારે ફેરફાર કર્યો છે. સિમ કાર્ડને નકલી રીતે વેચાણ કરવા પર રોક માટે બનાવેલા નવા નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થશે. ટેલીકોમ કંપનીઓને 30 સપ્ટેમ્બર પહેલા પોતાના બધા સેલ્સ સેન્ટરનું રજીસ્ટ્રેશન કરવાનું છે.

નવા નિયમ લાગુ થયા બાદ સિમ કાર્ડ વેચનાર દુકાનોને સાવધાન રહેવું પડશે. જો દુકાનની તરફથી કોઈ ગડબડ થાય તો તેને 10 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. નવા નિયમ અનુસાર મોટી ટેલીકોમ કંપનીઓને પોતાના સિમ કાર્ડ વેચનાર દુકાનોની સારી રીતે તપાસ કરી લેવી પડશે. તેમને એ કન્ફર્મ કરવાનું રહેશે કે દુકાનો બધા નિયમોને ફોલો કરે. તેનાથી બધી વસ્તુઓ સેફ અને સિક્યોર રહેશે. તેના ઉપરાંત, ટેલીકોમ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે અસમ, કાશ્મીર અને ઉત્તર પૂર્વ જેવા અમુક એરિયામાં ટેલીકોમ ઓપરેટરને પહેલા બધી દુકાનોનું પોલીસ વેરિફિકેશન શરૂ કરવાનું રહેશે. વેરિફિકેશન બાદ જ તે તેમને નવા સિમ કાર્ડ વેચવાની પરમિશન આપી શકે છે.

Next Story