ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી પોતાના દરેક કાર્યક્રમમાં લાડકી ગીત ગાય તો છે. સાથે જ તેઓ લાડકવાયીઓની ચિંતા પણ કરે છે. હાલમાં કોરોનાની મહામારી બાદ નવરાત્રિ પહેલાથી જ કીર્તિદાન ગઢવી અમેરિકાના પ્રવાસે છે, ત્યારે અમેરિકા પહોંચતા જ માત્ર 5 દિવસમાં મિત્ર સાથે બેસી ગુજરાતની ગરીબ દીકરીઓ માટે “લાડકી” નામનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. જેમાં આજે એક મહિનાની અંદર 2 કરોડ જેટલી માતબર રકમ એકઠી થઇ ગઇ છે.

ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ પોતાના લાડકી ગીતથી સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે, ત્યારે હવે તેઓ ગુજરાતની ગરીબ દીકરીઓ માટે કઈક નવું જ કરી બતાવ્યુ છે. વાપરવામાં આવશે તેવી ખાતરી પણ અમેરિકામાં વસતા ગુજરાતીઓને આપી છે. અમેરિકાના પ્રવાસ દરમ્યાન કીર્તિદાન ગઢવીએ મિત્રો સાથે મળી ગુજરાતની ગરીબ દીકરીઓ માટે “લાડકી” નામનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. ગુજરાતમાં આવી લાખો દીકરીઓ છે. જેને રૂપિયાના વાંકે દવા, શિક્ષણ મળતું નથી. પછી માતા-પિતા કહી દે છે કે, બેટા તું ન ભણતી… ગુજરાત અને ભારતમાં માતાઓ અને દીકરીઓની પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઇ રહી છે, ત્યારે તા. 21 સપ્ટેમ્બરના રોજ અમેરિકાના ડલાસમાં લાડકી પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. લાડકી પ્રોજેક્ટ લોન્ચ થયાના એક મહિનામાં જ રૂપિયા 2 કરોડ જેવી માતબર રકમ એકઠી થઇ ગઇ છે. અમેરિકાની ધરતી એવી છે કે, જ્યાં દાતાઓ મેઘરાજાની જેમ વરસીને દાન આપી રહ્યા છે. આ સમગ્ર પ્રોજેક્ટ ઓનલાઇન હોવાથી પારદર્શક રાખવામાં આવ્યો છે. જેથી કોઈપણ વ્યક્તિ એક એક રૂપિયાનો હિસાબ ઓનલાઇન વેબસાઇટ ઉપર જોઇ શકે. ઉપરાંત અમેરિકાના ડેલાવરના ડેપ્યુટી ગવર્નર બેથલી હોલ-લોંગે કીર્તિદાન ગઢવીને સિર્ટીફિકેટ આપી સન્માનિત કર્યા હતા. લાડકી ગીતને યુટ્યુબમાં 100 મિલિયનથી પણ વધુ લોકોએ નીહાળ્યાની વાત ડેપ્યુટી ગવર્નરને કરવામાં આવતા જ તેઓ ચોંકી ઉઠ્યા હતા. સાથે જ બેથલી હોલ-લોંગે કીર્તિદાન ગઢવીને લાડકી ગીત સંભળાવવા અને ગીતની લિંક આપવા જણાવ્યું હતું. આ સમયે જ કીર્તિદાને ગીત સંભળાવતા ડેપ્યુટી ગવર્નર પણ ખુશખુશાલ થઇ ગયા હતા.