જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં એક ખાનગી વાહનમાં વિસ્ફોટ થયો છે. આ દરમિયાન સેનાના 3 જવાન ઘાયલ થયા હતા. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના શોપિયાં જિલ્લામાં સેદોની છે. અહેવાલો અનુસાર, જે વાહનમાં વિસ્ફોટ થયો હતો તે વાહન ભાડે લેવામાં આવ્યું હતું વાહન ચલાવતી વખતે આ વિસ્ફોટ થયો હતો..
મળતી માહિતી અનુસાર આ બ્લાસ્ટ કેવી રીતે થયો તેની તપાસ હજુ ચાલી રહી છે. સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે, વાહનની અંદર પહેલાથી જ IED ફીટ કરવામાં આવ્યા હતા. જો કે, ગ્રેનેડ બ્લાસ્ટ પણ વાત છે.કાશ્મીરના IGP વિજય કુમારના જણાવ્યા અનુસાર, આ બ્લાસ્ટ કાં તો ગ્રેનેડ હુમલાને કારણે થયો હતો અથવા તો કારની અંદર પહેલાથી જ IED રાખવામાં આવ્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે એવું પણ બની શકે છે કે કારની બેટરી સાથે છેડછાડ કરવામાં આવી હોય. હાલ તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં હિંદુઓ, ખાસ કરીને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કાશ્મીર ઘાટીમાં મંગળવારે એક હિન્દુ શિક્ષકની હત્યા કરવામાં આવી હતી તેની પહેલા પણ બે કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી હતી ઇન્ડિયન આર્મી સતત સર્ચ ઓપરેશન કરી રહી છે ત્યારે આતંકીઓ પણ હુમલા કરી રહયા છે ખાસ કરીને પંડિતો અને સેનાના જવાનો તેમના નિશાને છે
