યૂક્રેન તથા રુસ વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. રુસ ક્યારેય પણ યૂક્રેનની રાજધાની કીવ પર હુમલો કરી શકે છે. આવામાં ભારત સરકારે પોતાના નાગરિકોને પાછા વતન લાવવા માટે પહેલ કરી છે. સરકારે યૂક્રેનની રાજધાની કીવથી દિલ્લી વચ્ચે ફ્લાઈટ ચલાવવાનો નિર્ણય કર્યો છે . એર ઇન્ડિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે 22, 24, 26 ફેબ્રુઆરીએ કીવના બોરિસ્પોલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્લીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ઉડાનો ભરાશે.
ફ્લાઈટ્સ માટે બુકિંગ એર ઇન્ડિયા કાર્યાલયો, વેબસાઈટ, કોલ સેંટર તથા ટ્રાવેલ એજન્ટ દ્વારા થઇ શકે છે. રુસ તથા યૂક્રેન વચ્ચે વિવાદને કારણે ભારત માટે ઉડાનો ભરવી મોંઘી થઇ ગઈ છે તથા 20 ફેબ્રુઆરી બાદ જ ઉપ્લાબ્દ્ધ છે. એક ટિકિટની કિંમત એક લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એર ઇન્ડિયાની ફ્લાઈટ શરુ થવાથી ટિકિટના ભાવ ઓછા થઇ શકે છે. એક રિપોર્ટ અનુસાર, યૂક્રેનમાં ભણી રહેલા લગભગ 18,000 ભારતીય છાત્રો ફંસાયા છે. યૂક્રેનમાં ફંસાયેલ ભારતીયોએ કેંદ્ર સરકારના આ પગલાને સમ્માન આપતા ધન્યવાદ કહ્યું છે. આ પહેલા યૂક્રેનમાં ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે તેમની પાસે ઘણા લોકોનો ફોન આવી રહ્યો છે. આ બધા નાગરીકો યૂક્રેનથી ભારત માટે ઉડાનો ઉપલબ્ધ ન હોવાને કારણે ફરિયાદો કરી રહ્યા હતા.
