આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ રવિવારે 2035 સુધીની તમામ પુરુષોની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે હોસ્ટિંગ વિન્ડોને મંજૂરી આપી છે. ICC એ 2031 સુધી પુરુષોની ICC ટુર્નામેન્ટ માટે યજમાન દેશોની પણ જાહેરાત કરી છે. ભારતને બે મુખ્ય ટુર્નામેન્ટ માટે યજમાન અધિકારો આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે ભારતને 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વન-ડે વર્લ્ડ કપ માટે સંયુક્ત યજમાન અધિકારો આપવામાં આવ્યા છે. ભારત 9 થી 28 ઓક્ટોબર, 2029 દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરશે અને 9 ઓક્ટોબરથી 23 નવેમ્બર સુધી 2031 વન-ડે વર્લ્ડ કપનું સહ-યજમાન બનશે. જ્યારે ICCએ 2031 પછીની ટુર્નામેન્ટ માટે યજમાન દેશોની જાહેરાત કરી નથી તેમની તારીખો જાહેર કરવામાં આવી છે.
ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રીતે 2031 વન-ડે વર્લ્ડ કપનું આયોજન કરશે. ભારતને આ મેગા ઇવેન્ટ માટે યજમાન અધિકારો આપવામાં આવ્યા છે. ભારત એકલું 2029 ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું પણ આયોજન કરશે. આ પછી 2035 ODI વર્લ્ડ કપ પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન રમાશે. જોકે, તેના યજમાન દેશની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રીતે 9 ઓક્ટોબરથી 23 નવેમ્બર, 2031 દરમિયાન પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરશે. અગાઉ ભારતે 202૩માં વન-ડે વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું, જેમાં ટીમ ફાઇનલમાં પહોંચી હતી અને અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. ત્યારબાદ વન-ડે વર્લ્ડ કપ પણ ૨૦૩૫માં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાશે. જોકે, આ સીઝન માટે યજમાન દેશની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.
ભારતને 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વન-ડે વર્લ્ડ કપની યજમાની મળી, ICCની જાહેરાત
