ભરૂચના આમોદ તાલુકાના ભીમપુરા ગામના તળાવમાંથી આશરે 60 વર્ષીય નાગજીભાઈ જીતાભાઈ ચાવડાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં ગ્રામજનોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં.આમોદ પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતક સિવિલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.