કોંગ્રેસ પક્ષમાં મહત્વની અને મોટી ગણાતી જવાબદારી અમદાવાદ નિલેશ પટેલને સોંપવામાં આવી છે. AICC દ્વારા દેશના 23 રાજ્યમાં રહેલી કોંગ્રેસની સંપત્તિની તમામ જવાબદારી કોંગ્રેસના સિનિયર અગ્રણી નિલેશ પટેલને શિરે મુકવામાં આવી છે. મોટી વાત એ છે કે, દેશમાં પ્રથમ વખત કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલા આ વિભાગનું સીધો કારોભાર નિલેશ પટેલને સોંપાયો છે.

રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા દેશમાં પ્રથમ વખત સંપત્તિ વિભાગની રચના કરવામાં આવી છે. ઉભા કરાયેલા આ સંપત્તિ વિભાગના વડા ગુજરાતના નિલેશ પટેલને બનાવવામાં આવ્યા છે. આથી હવે દેશભરના 23 રાજ્યોમાં કોંગ્રેસની જેટલી પણ અસ્ક્યામત આવેલી છે. જેનો રખરખાવ અને કાયદાકીય કાર્યવાહી નીલેશ પટેલના નેતૃત્વ હેઠળ કરવામાં આવશે. આ અગાઉ નિલેશ પટેલ ગુજરાત રાજ્યના કોંગ્રેસના સંપત્તિ વિભાગની જવાબદારી વહન કરી ચૂક્યા છે. ત્યારબાદ ગયા વર્ષે તેમને કોંગ્રેસ દ્વારા વધુ 6 રાજ્યની સંપતિ નો હવાલો પણ સોંપવામાં આવ્યો હતો. જે તમામ જવાબદારી યશસ્વી રીતે નિભાવ્યા બાદ તેની પાસે આ મામલે પૂરતો અનુભવ અને કુશળ જ્ઞાન છે. ત્યારે ફરી એક વખત તેમની કામગીરીની કદર કરી આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે નીલેશ પટેલને ગુજરાત સહિત 23 રાજ્યોમાં કોંગ્રેસની અસ્ક્યામત પર અન્ય કોઈ નો કબજો હોય તો કાયદાકીય લડત આપી સંપત્તિ પર કોંગ્રેસને ફરી કબજો અપાવવા અને સંપતિની સંભાળ રાખવાની ફરજ સોંપાઈ છે.