ગુજરાતમાં હર્ષોલ્લાસ સાથે નૂતન વર્ષનો પ્રારંભ

કેન્દ્રીય મંત્રી અમિત શાહના ઘરે શુભેચ્છકોની ભીડ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સ્નેહમિલન ઉજવણી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યા પંચદેવ મંદિરે દર્શન

સીએમએ રાજ્યવાસીઓને પાઠવી નૂતન વર્ષની શુભેચ્છાઓ

વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષનો આજે સમગ્ર ગુજરાતભરમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ લોકો મંદિરોમાં દર્શન કરીને અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીને ઉત્સવ મનાવી રહ્યા છે.

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના થલતેજ સ્થિત નિવાસસ્થાને નવા વર્ષની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ગૃહમંત્રીને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નાગરિકો તેમના ઘરે પહોંચ્યા હતા, જ્યાં સ્નેહમિલનનો માહોલ જોવા મળ્યો હતો.

બીજી તરફ, વહેલી સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સેક્ટર-22માં આવેલા પંચદેવ મંદિરે પહોંચીને ભગવાનના દર્શન કર્યા હતા અને પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યની તમામ જનતાને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરતા જણાવ્યું કે, નવા વર્ષમાં દરેક નાગરિકનું સ્વાસ્થ્ય સારું રહે અને સૌનું જીવન સુખ, શાંતિ તથા સમૃદ્ધિથી ભરપૂર બને. આ સાથે જ મુખ્યમંત્રીએ ‘વિકસિત ગુજરાત’ અને ‘નશામુક્ત ગુજરાત’ના સંકલ્પ સાથે રાજ્યના તમામ નાગરિકોને એકજૂથ થઈને આગળ વધવા અપીલ કરી હતી.