રાજ્યમાં કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. સતત પાંચમા દિવસે 900થી વધુ એટલે 949 કેસ નોંધાયા છે અને 17 દર્દીના મોત થયા છે. જ્યારે 770 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ 9 દિવસ બાદ ફરી 17 મૃત્યુ નોંધાયા છે. આ પહેલા 7 જુલાઈના રોજ 17 દર્દીના મોત થયા હતા. અત્યાર સુધીમાં કુલ 46,516 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક 2,108એ પહોંચ્યો છે. તેમજ 32,944 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. રાજ્યમાં કુલ 11, 464 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 દર્દી વેન્ટિલેટર પર છે અને 11,393 દર્દીઓની હાલત સ્થિર છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 949 કેસ, કુલ 46,516 કેસ નોંધાયા
New Update