મહુવા તાલુકાના બોરડી-કાળેલાની સીમમાં સર્જાય દુર્ઘટના

PGVCL’ની રીપેરીંગની કામગીરી દરમ્યાન ઘટના સર્જાય

કામગીરી વેળા વીજ કરંટ લાગતા 3 શ્રમીકો ઈજાગ્રસ્ત થયા

2 શ્રમીકોને સમાન્ય ઇજા, અન્ય એક શ્રમિકની હાલત ગંભીર

ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી અને કાળેલા ગામની સીમમાં PGVCL’ની રીપેરીંગની કામગીરી દરમિયાન 3 શ્રમીકોને વીજ કરંટ લાગ્યો હતો.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી અને કાળેલા ગામની સીમમાં PGVCL’ની રીપેરીંગની કામગીરી ચાલી રહી હતી. આ દરમ્યાન 3 શ્રમીકોને વીજ કરંટ લાગતા ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 2 શ્રમીકોને સમાન્ય ઇજાઓ, જ્યારે અન્ય એક શ્રમિકને ગંભીર ઈજાઓ પહોચી હતી. બનાવના પગલે સ્થળ પર હાજર લોકોમાં દોડધામ મચી જવા પાણી હતી.

ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે મહુવાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે PGVCLના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ સાથે જ વીજ લાઈનમાં અચાનક સપ્લાય કેવી રીતે આવ્યો, અને શ્રમિકોને વીજ કરંટ કેવી રીતે લાગ્યો, તે દિશામાં PGVCL અને પોલીસે વધુ તપાસ હાથ ધરાય છે.