દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ 'વિશ્વ એઇડ્સ ડે' ઉજવવામાં આવે છે. વિશ્વ એઇડ્સ ડેનો હેતુ એઇડ્ઝના એચઆઈવી સંક્રમણને કારણે થતા આ રોગની જાગૃતતા વધારવાનો છે. એઇડ્સ એ વર્તમાન યુગની સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ પૈકીની એક છે. યુનિસેફના એક અહેવાલ મુજબ 36.9 મિલિયન લોકો એચ.આઈ.વીનો શિકાર થઈ ચૂક્યા છે. ભારત સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ ભારતમાં એચઆઈવીના દર્દીઓની સંખ્યા અંદાજે 2.1 મિલિયન છે.
વિશ્વ એઇડ્સ ડે સૌપ્રથમ ઓગસ્ટ 1987માં જેમ્સ ડબલ્યુ બુન અને થોમસ નેટર નામના માણસ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)માં એઇડ્સ પરના ગ્લોબલ પ્રોગ્રામના અધિકારીઓ તરીકે સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં જેમ્સ ડબ્લ્યુ. બૂન અને થોમસ નેટરની નિમણૂક કરવામાં આવી હતી. જેમ્સ ડબ્લ્યુ. બૂન અને થોમસ નેટરે WHOના ગ્લોબલ પ્રોગ્રામ ઓન એડ્ના ડાયરેક્ટર જોનાથન માનને વિશ્વ એઇડ્સ ડે ઉજવવાનું સૂચન કર્યું હતું. જોનાથને વર્લ્ડ એઇડ્સ ડે ઉજવવાનો વિચાર સારો લાગ્યો અને તેમણે 1 ડિસેમ્બર, 1988ના દિવસે વિશ્વ એઇડ્સ ડે ઉજવવાનું નક્કી કર્યું. આઠ સરકારી જાહેર આરોગ્ય દિવસોમાં 'વિશ્વ એઇડ્સ ડે'નો સમાવેશ થાય છે.
આ કારણોથી થાય છે એઇડ્સ
- અસુરક્ષિત સંભોગ (કોન્ડોમ વિના) કરવાથી.
- સંક્રમિત લોહી ચઢાવવાથી
- એચ.આઈ.વી પોઝિટીવ મહિલાના બાળકને.
- એકવાર ઉપયોગમાં લેવાયેલી સોયને બીજીવાર ઉપયોગમાં લેવાથી.
- એચ.આઈ.વી અસરગ્રસ્ત બ્લેડના ઉપયોગથી.
જ્યારે એચ.આઈ.વી/એઇડ્સ થાય છે ત્યારે નીચેના પ્રકારનાં લક્ષણો દેખાય છે.
- તાવ આવવો
- પરસેવો થવો
- ઠંડી લાગવી
- થાક લાગવો
- ભૂખ ઓછી લાગવી
- ઊલ્ટી થવી
- ગળું દુખાવો
- ઉધરસ થવી
- શ્વાસ લેવામાં સમસ્યા
- શરીર પર જામા પડી જવા
- સ્કિન પ્રોબ્લેમ