શ્રાવણ મહિનામાં 7 જ્યોતિર્લિંગના દર્શન માટે સ્પેશ્યલ ટ્રેન શરૂ કરાય,વાંચો કેટલું છે ભાડું

શ્રાવણ મહિનામાં 7 જ્યોતિર્લિંગના દર્શન માટે IRCTC દ્વારા શ્રાવણ સ્પેશિયલ ટ્રેન શરૂ કરાવવામાં આવી છે. આ યાત્રા ભારત ગૌરવ ટ્રેન હેઠળ 20થી 29 ઓગસ્ટ (9 રાત્રિ- 10 દિવસ) માટે હશે.

spl
New Update

શ્રાવણ મહિનામાં 7 જ્યોતિર્લિંગના દર્શન માટે IRCTC દ્વારા શ્રાવણ સ્પેશિયલ ટ્રેન શરૂ કરાવવામાં આવી છે. આ યાત્રા ભારત ગૌરવ ટ્રેન હેઠળ 20થી 29 ઓગસ્ટ (9 રાત્રિ- 10 દિવસ) માટે હશે. આ ટ્રેન રાજકોટથી પ્રસ્થાન થશે. આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, ચાંદલોડિયા, નડિયાદ, આણંદ, છાયાપુરી (વડોદરા), ગોધરા, દાહોદ, મેઘનગર, રતલામ અને નાગદાથી બેસી શકશે.

આ ટ્રેન યાત્રામાં મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, ત્ર્યંબકેશ્વર, ભીમાશંકર, ગ્રિષ્ણેશ્વર, પરલી વૈજનાથ, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન કરવાનો લાભ મળશે. સ્ટાન્ડર્ડ ક્લાસ (સ્લીપર) માટે રૂ. 20,900, કમ્ફર્ટ ક્લાસ-3 AC માટે રૂ. 34500 અને સુપિરિયર ક્લાસ- 2AC માટે રૂ. 48900 કિંમત નક્કી કરવામાં આવી છે.IRCTC દ્વારા શરૂ કરવામાં આવનાર શ્રાવણ સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરોને ભજન કીર્તન અને મુસાફરીની માહિતી આપવા માટે ટ્રેનમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. સુરક્ષા માટે દરેક કોચમાં પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ રહેશે. આ ટૂર પેકેજની કિંમતમાં, IRCTC મુસાફરોને ટ્રેનની મુસાફરી ઉપરાંત આધુનિક કિચન કાર દ્વારા મુસાફરોને તેમની સીટ પર જ સ્વાદિષ્ટ શાકાહારી ભોજન પીરસવામાં આવશે.

#પ્રથમ જ્યોતિર્લિંગ #અધિક શ્રાવણ #સ્પેશ્યલ ટ્રેન
Here are a few more articles:
Read the Next Article