મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સાબરમતી અને હરિદ્વાર માટે ખાસ સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો લીધો નિર્ણય

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સાબરમતી અને હરિદ્વાર માટે ખાસ સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો લીધો નિર્ણય
New Update

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સાબરમતી અને હરિદ્વાર માટે ખાસ સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. ઉનાળાના વેકેશનને કારણે ટ્રેનોમાં ઘણી ભીડ હોય છે. જેના કારણે મુસાફરોને કોઈ અગવડતા ન પડે તે માટે ભારતીય રેલવેએ સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. તો ચાલો તમને તે તમામ ટ્રેનોની યાદી અને વિગતો આપી જેનાથી તમારી મુસાફરી સરળ બની શકે.

ટ્રેનન વિગતો

ટ્રેન નંબર 09425/09426 સાબરમતી-હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ (કુલ 8 ટ્રીપ)

ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ 14,17,20 અને 23 મેના રોજ સાબરમતીથી 18.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.00 કલાકે હરિદ્વાર પહોંચશે.

ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ15,18,21 અને 24 મેના રોજ હરિદ્વારથી 21:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21:30 કલાકે સાબરમતી પહોંચશે.

આ રૂટ પરથી દોડશે ટ્રેન

આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, જવાઈ ડેમ, ફાલના, રાની, મારવાડ, અજમેર, કિશનગઢ, ફુલેરા, રિંગાસ, નીમ કા થાણા, નારનૌલ, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હીથી પસાર થશે છે. ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂરકી સ્ટેશનો પર બ્રેક કરશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ રહશે.

#India #passengers #Haridwar #Western Railway #Considering #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article