ગુજરાતમાંથી ઘણા લોકો એવા હોય છે જેને ગોકુલ-મથુરાની હોળી-ધુળેટી રમવાની ઈચ્છા હોય. આવતી 24-25 તારીખે હોળી-ધુળેટી છે તો તમે અત્યારે બુકિંગ કરી શકો છો અને પ્રેમ મંદિરમાં હોળીની મજા લઈ શકો છો. ટ્રેન નંબર - 19019 હરિદ્વાર એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસ સ્ટેશનેથી ઉપડે છે અને હરિદ્વાર સુધીની સફર કરે છે. આ ટ્રેન આખા રુટ દરમિયાન અંદાજે 74 જેટલા સ્ટેશન પર સ્ટોપ લે છે. રાત્રે 00:20 વાગ્યે ઉપડે છે અને મથુરા 24 કલાકે પહોંચાડે છે. આ દરમિયાન ટ્રેન 60થી વધુ સ્ટેશનો પર સ્ટોપ થાય છે. આ ટ્રેન અઠવાડિયે દરરોજ સેવા આપે છે.
ગુજરતમાં આ ટ્રેન વાપી, વલસાડ, બિલિમોરા, નવસારી, સુરત, કોસંબા, અંકલેશ્વર, ભરુચ, મિયાગામ કરજણ, વડોદરા, ગોધરા રુટ પર ચાલે છે. ટ્રેન નંબર - 12471 સ્વરાજ એક્સપ્રેસ એ બાંદ્રા ટર્મિનસથી ઉપડે છે. આ ટ્રેન બપોરે 11:00 વાગ્યે ઉપડે છે. મથુરા બીજે દિવસે બપોરે સવા 3 વાગ્યે પહોંચાડે છે. આ ટ્રેન જમ્મુ તવી સુધીની સફર કરે છે. રવિવાર-સોમવાર અને ગુરુવાર-શુક્રવારે સર્વિસ આપે છે. આ ટ્રેન ગુજરાતના વાપી, સુરત, ભરુચ, વડોદરા, ગોધરા, દાહોદ સ્ટેશનને આવરી લે છે.6 સ્લીપર કોચ, અંદાજે 6 કોચ જનરલ છે અને 3A ના 6 કોચ છે અને 2A ના બે કોચ અને 1A ના એક કોચની સુવિધા આપે છે.