‘અડીકડી વાવ ને નવઘણ કૂવો, જે ન જુએ એ જીવતા મુઓ.... શું તમે જોઈ છે આ જ્ગ્યા?

અડીકડી વાવ 15મી સદીમાં પત્થરને કોતરીને બનાવવામાં આવેલી છે. આ વાવના પગથિયાં જેમ જેમ ઉતરતા જઇએ તેમ લાગે છે કે આપણે ભૂગર્ભમાં ઉતરતા જઈએ

‘અડીકડી વાવ ને નવઘણ કૂવો, જે ન જુએ એ જીવતા મુઓ.... શું તમે જોઈ છે આ જ્ગ્યા?
New Update

અડીકડી વાવ ને નવઘણ કૂવો, જે ન જુએ એ જીવતો મુઓ.. આ કહેવત નો અર્થ થાય છે કે જે વ્યક્તિ એ તેના જીવનમાં આ બે જગ્યા ની મુલાકાત નથી લીધી તેનું જીવન વ્યર્થ છે. આ બે જગ્યાનું મહત્વ વધારે એટલા માટે પણ છે કે એક જ પથ્થરને કાપીને તેમાંથી આવવાનું સર્જન કરવામાં આવ્યું છે.

જુનાગઢ શહેરમાં આવેલો ઉપરકોટ શહેરના ફરવાલયક સ્થળો માનું એક માનવામાં આવે છે. ઉપરકોટનું નિર્માણ જૂનાગઢનાં રક્ષણ માટે કરવામાં આવ્યું હતું. ઉપરકોટમાં જોવા લાયક ઘણી જગ્યાઓ છે. જેમાં વર્ષો જૂની ટોપની સાથે અનાજ ભરવાના કોઠાર તેમજ પાણીની વ્યવસ્થા પણ બનાવવામાં આવેલી અડીકડી વાવ અને નવઘણ કૂવો અહીં આવેલા છે. આમ તો ગુજરાતભરમાં અનેક વાવ આવેલી છે. પરંતુ ઉપરકોટની અડીકડી વાવ અને નવઘણ કૂવો અન્ય કરતાં સાવ અલગ જ છે. આ જ કારણ છે કે આ જગ્યાને લઈને કહેવત પણ છે કે ‘અડીકડી વાવ ને નવઘણ કૂવો, જે ન જુએ એ જીવતા મુઓ’ આ કહેવતનો અર્થ એ થાય છે કે જે વ્યકતીએ તેના જીવનમાં આ જ્ગ્યા નથી જોઈ તેનું જીવન વ્યર્થ છે. આ બે જ્ગ્યાનું મહત્વ એટલા માટે વધારે છે કારણ કે આ એક જ પથ્થરમાંથી કાપીને તેનું સર્જન કરવામાં આવ્યું છે.

અડીકડી વાવ:-

અડીકડી વાવ 15મી સદીમાં પત્થરને કોતરીને બનાવવામાં આવેલી છે. આ વાવના પગથિયાં જેમ જેમ ઉતરતા જઇએ તેમ લાગે છે કે આપણે ભૂગર્ભમાં ઉતરતા જઈએ. જ્યારે વાવના પાણી પાસે પહોચો અને ઉપર જુઓ તો તમને અનુભૂતિ થાય કે તમે ભૂગર્ભમાં ઊભા છો.

નવઘણ કૂવો

નવઘણ કૂવો 1026 બન્યો હોવાની વાયકા છે. આ કૂવો પણ મૃદુ ખડકમાંથી બનાવવામાં આવ્યો છે. આ કૂવામાં 52 પગથિયાં નીચે ઉતાર્યા બાદ મધ્ય ભાગથી રસ્તો સર્પાકાર છે. તેમાથી પસાર થઈને પાણી સુધી પહોચી શકાય છે.

વાવ સાથે જોડાયેલી કથા

અડીકડીની વાવ સાથે એક રોચક કથા જોડાયેલી છે. જ્યારે રાજાના આદેશથી મજૂરો આ વાવ બનાવી રહ્યા હતા. ત્યારે અનેક પથ્થરો ખોદયા પછી પણ પાણી મળતું નહોતું. રાજાએ ગુરુને આ અંગે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે જણાવ્યુ હતું કે બે કૂવારી કન્યાનું બલિદાન આપ્યા પછી જ આ વાવમાં પાણી આવશે. ત્યાર બાદ અડી અને કડી એમ બે કૂવારી કન્યાઓની પસંદગી કરવામાં આવી અને તેનું બલિદાન આપવામાં આવ્યું. ત્યાર પછી આ વાવમાં પાણી મળ્યું. આ બે કન્યાની યાદમાંજ આ વાવનું નામ અડીકડી વાવ પાડવામાં આવ્યું હતું. અડીકડી વાવની બાજુમાં જ એક વૃક્ષ આવેલું છે. જેમાં લોકો અડીકડીની યાદમાં કપડાં તેમજ બંગળી લટકાવે છે.

#Connectugujarat #અડીકડી વાવ #નવઘણ કૂવો #Adikadi Vav #અડીકડીની વાવ
Here are a few more articles:
Read the Next Article