અમદાવાદ શહેરમાં મેટ્રો કનેક્ટિવિટી વધુ મજબૂત

એપરલ પાર્ક મેટ્રોથી મણિનગર વચ્ચે AMTSની નવી ફીડર બસ સેવા

મુસાફરોના વેઇટિંગ સમયનો આવ્યો અંત

હાથ બતાવશો ને બસ ઊભી રહેશે!

AMTSના બે નવા ફીડર રૂટથી મુસાફરોને મોટી રાહત

અમદાવાદના એપરલ પાર્ક મેટ્રો સ્ટેશનથી એલ.જી. હોસ્પિટલ અને મણિનગરને જોડતા AMTSના બે નવા ફીડર રૂટ શરૂ થતાં હજારો મુસાફરો તથા દર્દીઓની રોજિંદી હાલાકીનો અંત આવ્યો છે.

અમદાવાદ શહેરના એપરલ પાર્ક મેટ્રો સ્ટેશનથી એલ.જી. હોસ્પિટલ અને મણિનગરને જોડતા AMTSના બે નવા ફીડર રૂટ શરૂ થતાં હજારો મુસાફરો તથા દર્દીઓની રોજિંદી હાલાકીનો અંત આવ્યો છે. નિર્ધારિત સ્ટોપ વિના, રસ્તા પર માત્ર હાથ બતાવતા જ ઊભી રહી જતી આ બસ નાગરિકો માટે મોટો આશરો બની છે.

ફીડર રૂટ નંબર 8 અને 9 શરૂ થતાં જ એપરલ પાર્કની આસપાસના 10 કિલોમીટરના વિસ્તારમાં વસતા પરિવારો માટે મેટ્રો કનેક્ટિવિટી છેક ઘર આંગણે પહોંચી ગઈ છે.અનાજ બજાર, રામબાગ, દક્ષિણી સોસાયટી અને હાટકેશ્વર જેવા ગીચ વિસ્તારોને સાંકળતી આ સેવામાં પુખ્ત વયના લોકો માટે માત્ર પાંચ રૂપિયા અને બાળકો માટે ત્રણ રૂપિયાનું નજીવું ભાડું રખાયું છે.

દર 40 થી 45 મિનિટે દોડતી અને રોજના 32 ફેરા લગાવતી આ સેવા સામાન્ય વર્ગના સમય અને નાણાં બંનેની નોંધપાત્ર બચત કરી રહી છે.