ભારતીય ટીમ અંડર-19 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 96 રને હરાવી રેકોર્ડ 8મી વખત ફાઇનલમાં પહોંચી છે. ટીમ ઈન્ડિયાએ 5 ફેબ્રુઆરીએ ફાઇનલમાં ખિતાબ માટે ઈંગ્લેન્ડનો સામનો કરવાનો છે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી આ ટૂર્નામેન્ટ 4 વખત જીતી ચુકી છે. સેમી ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન યશ ધૂલ અને વાઇસ કેપ્ટન શેખ રાશિદે મોટી ઈનિંગ્સ રમીને ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં પહોંચાડી હતી. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

ઓસ્ટ્રેલિયાના બોલરોએ શાનદાર શરૂઆત કરી. વિલ સોલ્ઝમેન અને જેક નિસ્બેટે શરૂઆતના સ્પેલમાં શાનદાર રમત બતાવીને ટીમ ઈન્ડિયાના બંને ઓપનર બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા હતા. અંગક્રિશ રઘુવંશી 6 રન અને હરનૂર સિંહ 16 રન બનાવીને આઉટ થયા હતા. સોલઝમેને અંગક્રિશ રઘુવંશીને અને જેક નિસ્બેટે હરનૂર સિંહને આઉટ કર્યો. ખરાબ શરૂઆત બાદ કેપ્ટન યશ ધુલ અને શેખ રશીદે ઇનિંગ્સને સંભાળતા મોટી ભાગીદારી નોંધાવી હતી.