યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમ મોદી સાથે રવિવારે, 9મી માર્ચે રાજધાની દિલ્હીમાં મુલાકાત કરી છે. સીએમ યોગી અને પીએમ મોદી વચ્ચે મહાકુંભના સમાપન પછી આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે. આ બેઠક દરમિયાન રાજ્યને લગતા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ યુપીમાં કેબિનેટનું વિસ્તરણની શક્યતા છે અને રાજ્યમાં યોજાનારી સંગઠનાત્મક ચૂંટણીઓ અને નિમણૂંકો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પીએમ મોદી અને સીએમ યોગીની બેઠકમાં કુંભના વિવિધ પાસાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
