• માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

  • દાહોદનો કિશોર પેપર પિન ગળી જતા દોડધામ 

  • પાદરાનો ત્રણ વર્ષીય બાળક સિક્કો ગળી ગયો

  • સયાજી હોસ્પિટલમાં બાળકોની કરાઈ સારવાર

  • ડોકટરોએ સર્જરી કરી બાળકોને આપ્યું નવજીવન 

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના ENT વિભાગે બે બાળકોને નવજીવન આપ્યું છે,અને સફળ સર્જરી કરીને પેપર પિન અને સિક્કો બહાર કાઢવામાં આવ્યા હતા.

માતા પિતા માટે ક્યારેક બાળકો રમત રમતમાં મોટી મુસીબત સર્જી દેતા હોય છે,ત્યારે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા.પ્રથમ કિસ્સામાં દાહોદ જિલ્લામાં અગિયાર વર્ષીય બાળક રમત રમતમાં પેપર પિન ગળી ગયો હતો,જેના કારણે શ્વાસનળીમાં અવરોધ થતાં તે જીવલેણ સ્થિતિમાં પહોંચી ગયો હતો. ત્યારે બાળકને સારવાર માટે પરિવારજનો એસ.એસ.જી.હોસ્પિટલના ઈ.એન.ટી. વિભાગમાં લાવ્યા હતા.

સયાજી હોસ્પિટલના ENT વિભાગના ડોક્ટરોએ બ્રોન્કોસ્કોપી પ્રક્રિયા હાથ ધરી અને ફસાયેલ પિનને સફળતાપૂર્વક બહાર કાઢી બાળકને નવજીવન આપ્યું હતું.

જ્યારે બીજા એક કિસ્સામાં પાદરાના ત્રણ વર્ષના બાળકના ગળામાં સિક્કો ફસાઈ ગયો હતો,અને સયાજી હોસ્પિટલના ENT વિભાગના તબીબોએ તેની સર્જરી કરી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.અને બાળકને નવજીવન બક્ષવામાં આવ્યું હતું.