વડોદરા: કરજણ નજીક બે ટેન્કર વચ્ચે અકસ્માત બાદ ભીષણ આગ,અફરાતફરીનો માહોલ
ગુજરાત, સમાચાર, Featured,વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા કરજણ નજીકથી પસાર થતા કંડારી ગામ પાસે પાણી ભરેલ ટેન્કર સાથે ડીઝલનું ખાલી ટેન્કર ધડાકાભેર ભટકાયુ હતું
વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા કરજણ નજીકથી પસાર થતા કંડારી ગામ પાસે પાણી ભરેલ ટેન્કર સાથે ડીઝલનું ખાલી ટેન્કર ધડાકાભેર ભટકાયુ હતું જેમાં ડીઝલના ખાલી ટેન્કરમાં આગ ફાટી નીકળી હતી. આગના પગલે ધુમાડાના ગોટેગોટા નજરે પડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આગની જાણ કરજણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગના કર્મીઓએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.આગના આ બનાવમાં કોઈ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો
