કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી કામગીરીમાં હતા. દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર કે.એ.પટેલ સાહેબઓને બાતમી હકિકત મળેલ કે એક કન્ટેનર નંબર RJ – 14 – GN – 1639 માં ભારતીય બનાવટનો વિદેશીદારુનો જથ્થો ભરીને વડોદરાથી સુરત તરફ જાય છે જે બાતમી મળતા સ્ટાફના પોલીસ તથા પંચો સાથે વડોદરા થી સુરત જવાના રોડ ઉપર કરજણ ચોકડીના ઓવરબ્રિજ પાસેથી આરોપી શ્રવણકુમાર ઉષ્મા પ્રજાપતી રહે , ગીરધરપુરા ગામ પોસ્ટ ભોજપુરા તા . બદનૌર થાણા બદનોર જી . ભીલવાડા રાજસ્થાન નાઓએ પોતાના કબ્જાના કન્ટેનર નંબર RJ – 14 – GN – 1639 મા વગર પાસ પરમીટે ભારતીય વિદેશી દારૂની પેટી નંગ- ૧૭૫ જેમાની કુલ બોટલ નંગ- ૨૧૦૦ કીરૂ . ૧૦,૭૧,૮૪૦ / – નૌ તથા વીવો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂા . ૧૦,૦૦૦ / તથા કન્ટેનર નં RJ – 14 – GN – 1639 કિ.રૂા . ૧૫,૦૦,૦૦૦ / – તથા WOWPER ડાયપરના બોક્ષ નંગ- ૬૫ કીરૂ . ૧૩,૦૨,૨૧૬ / – તથા બીલો કીરૂ . ૦૦ / – ના માં કુલ કીરૂ . ૩૮,૮૪,૦૫૬ / -ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ હોય.
તેમજ આ વિદેશી દારૂનો જથ્થો કન્ટેનરમાં ભરીને આપનર બંસીભાઈ તથા આ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ની તપાસમા જણાઇ આવે તેઓ તમામ વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
