Connect Gujarat
વડોદરા 

વડોદરા : કોર્ટ સંકૂલમાં હરણી દુર્ઘટનાના આરોપી પર કાળી શ્યાહી ફેંકાય, કોંગ્રેસ નેતાની અટકાયત...

બોટ દુર્ઘટનામાં નિર્દોષોના મોત બાદ શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે

X

હરણી દુર્ઘટનાના આરોપી પર કાળી શ્યાહી ફેંકાય

કોર્ટમાં સંકૂલમાં આરોપી બિનીત કોટિયાનું મોઢું કાળું

કોંગ્રેસના યુવા નેતા કુલદીપ વાઘેલાએ શ્યાહી ફેંકી

પોલીસે કોંગ્રેસ નેતા કુલદીપ વાઘેલાની અટકાયત કરી

આરોપી બિનીત કોટિયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર

વડોદરાના હરણી મોટનાથ તળાવ ખાતે 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષિકાઓનો ભોગ લેનારી બોટ દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે. આ દુર્ઘટનામાં ક્યાંક લાલચ તો ક્યાંક રાજકીય સંબંધોને વશ થઇને કોટિયા પ્રોજેક્ટનું ટેન્ડર મંજૂર કરાયું હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે, ત્યારે હરણી બોટ કાંડના આરોપી બિનીત કોટિયાને આજરોજ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. જેમાં આરોપી બિનીત કોટિયાના કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

જોકે, બોટ દુર્ઘટનામાં નિર્દોષોના મોત બાદ શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે વડોદરા કોર્ટમાં રિમાન્ડ મંજૂરી બાદ આરોપી બિનીત કોટિયાને પોલીસ બંદોબસ્ત વચ્ચે બહાર લાવવામાં આવી રહ્યો હતો, ત્યારે કોર્ટ સંકુલમાં આરોપી બિનીત કોટિયા પર કોંગ્રેસના યુવા નેતા કુલદીપ વાઘેલાએ કાળી શ્યાહી ફેંકી વિરોધ દર્શાવ્યો હતો. કોર્ટ બહાર જ આરોપી બિનીત કોટિયાનું મોઢું કાળું કરાતા પોલીસે કોંગ્રેસના યુવા નેતા કુલદીપ વાઘેલાની પોલીસે અટકાયત કરી હતી. હરણી દુર્ઘટના બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે હરણી તળાવ ખાતે બોટિંગ ટેન્ડરને મંજૂરી કેવી રીતે મળી તેને લઇને પણ અનેક સવાલ ઊઠી રહ્યા છે.

Next Story