Connect Gujarat
વડોદરા 

વડોદરા: મહંત હરિહરાનંદ ભારતીજી 30 તારીખે રાત્રે કપુરાઇ ચોકડી પાસે ચાલતા જતા કેમેરામાં કેદ, જુઓ CCTV

વિવાદથી કંટાળીને સ્વામી હરિહરાનંદે કહ્યું, હું બધું છોડીને નીકળી જાવ છું. એમ કહી નીકળી ગયા હતા

X

નર્મદા જિલ્લાના ગુરૂડેશ્વર તાલુકામાં આવેલા ગોરા ગામ પાસે નર્મદા નદીના કિનારે આવેલા જાણીતા સંત મહામંડલેશ્વર 1008 ભારતી બાપુનો આશ્રમ આવેલો છે. આશ્રમના હરિહરાનંદ સ્વામી અચાનક ગાયબ થતા ભક્તોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. તો બીજી તરફ મહામંડલેશ્વર મહંત હરિહરાનંદ ભારતીજી 30 તારીખે રાત્રે 9 વાગ્યે કપુરાઇ ચોકડી પાસે આવેલી ક્રિષ્ણા હોટેલના સીસીટીવી કેમેરામાં ચાલતા જતા કેદ થયાનું સામે આવ્યું છે.

હાલ આ મામલે પોલીસે તપાસ તેજ કરી દીધી છે.ભારતી બાપુના જૂનાગઢ, સરખેજ સહિત અનેક આશ્રમોની કરોડોની જમીનો અને સંપત્તિ પણ છે. થોડા સમય પહેલાં ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ તેમના આશ્રમો અને સંપત્તિનો વિવાદ થયો હતો. તેમના ઉત્તરાધિકારી તરીકે હરિહરાનંદ સ્વામીજીને જાહેર કરવામાં આવ્યા અને તેમના નામે વિલ કરાયા હોવાની વાત હતી.પરંતુ ભરાતીબાપુ બ્રહ્મલીન થયા બાદ બોગસ વિલ કર્યો હોવાનો કેટલાક લોકોએ આક્ષેપ કર્યો હતો.

જે બાબતે હરિહરાનંદજી ચિંતિત હતા અને તેઓ સતત દુઃખી રહેતા હતા. યેનકેન પ્રકારે કેટલાક લોકો તેમના પર કીચડ ઉછાડતા તેઓ ખૂબ દુઃખી થયા હોવાનું હરિભક્તોએ જણાવ્યું હતું. આ વિવાદથી કંટાળીને સ્વામી હરિહરાનંદે કહ્યું, હું બધું છોડીને નીકળી જાવ છું. એમ કહી નીકળી ગયા હતા. સોમવારે ત્રીજો દિવસ થયો છતાં તેમની કોઈ ભાળ મળી નથી.કેટલાક હરિભક્તો તેમની શોધાખોળ કરી રહ્યા છે. જોકે આ બાબતે કેટલાક અનુયાયીઓએ વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ ગુમ થયેલા હરિહરાનંદજીની શોધખોળ શરૂ કરી છે. હાલ તો સ્વામીના ગુમ થતાં તેમનાં કોઈ સગડ નહીં મળતાં હરિભક્તો ભારે ચિંતિત બન્યાં છે.

Next Story