Connect Gujarat
વડોદરા 

પંચમહાલ : પાવાગઢ ડુંગર વરસાદી માહોલમાં સોળે કળાએ ખીલી ઉઠ્યો, સહેલાણીઓની જામી ભીડ..

X

પાવાગઢનો ડુંગરો સોળે કળાએ ખીલી ઉઠ્યો

વરસાદી માહોલમાં જોવા મળ્યા નયનરમ્ય દ્રશ્યો

લાખોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા

ચોમાસાની સિઝન શરૂ થતાં જ પંચમહાલ જિલ્લાના પ્રવાસન સ્થળ પાવાગઢ ડુંગર સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આજે રવિવારની જાહેર રજાના દિવસે દોઢ લાખથી વધારે સહેલાણીઓ વરસાદી આહલાદક વાતાવરણમાં સોળે કળાએ ખીલેલા ડુંગરનો નયનરમ્ય નઝારો જોવા માટે પહોંચ્યા હતા. જોકે અહીં આવતા સહેલાણીઓના ખાનગી વાહનો તળેટીમાં જ મુકાવી દેતા સહેલાણીઓ એસટી બસમાં બેસી આ કુદરતી સૌંદર્યની મજા માણવા ડુંગર ઉપર પહોંચ્યા હતા.

એસ.ટી વિભાગ દ્વારા પણ આજે બસોના રૂટ વધારતા પ્રવાસીઓને સરળતા રહી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર વરસાદી આહલાદક વાતાવરણમાં સોળે કળાએ ખીલતા અહીં ઉભી થયેલી પ્રાકૃતિક સુંદરતા સૌ કોઈને આકર્ષે તેવી છે, ત્યારે અહીં રજાઓના દિવસે આ પ્રાકૃતિક સુંદરતાને નજીકથી માણવા લાખો સહેલાણીઓ આવી રહ્યા છે. વડોદરા, અમદાવાદ, સુરત જેવા અનેક શહેરોમાંથી જાહેર રજાઓ અને વિકેન્ડના દિવસે અહીં મોટી સંખ્યામાં લોકો વનડે પીકનીક મનાવવા આવે છે. ત્યારે આજે રવિવારના દિવસે અહીં બપોર સુધી દોઢ લાખ જેટલા સહેલાણીઓ અને દર્શનાર્થીઓ પાવાગઢ ઉમટી પડ્યા હતા.

Next Story