Connect Gujarat
વડોદરા 

વડોદરા : Kaun Banega Crorepatiસિઝન-15માં અત્યુકી બેહુરયે જીત્યા રૂ. 25 લાખ, વધાર્યું શાળા અને પરિવારનું ગૌરવ...

અત્યુકી બેહુરયે કોન બનેગા કરોડપતિ સિઝન-15માં હોટ સીટ મેળવી રૂ. 25 લાખનું ઉત્કૃષ્ટ ઇનામ જીત્યું

X

ન્યૂ એરા સિનિયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીની સિદ્ધિ

અત્યુકી બેહુરયે KBC સિઝન-15માં હોટ સીટ પર બેઠો

રૂ. 25 લાખનું ઉત્કૃષ્ટ ઇનામ જીતી નામ રોશન કર્યું

વડોદરા શહેરની ન્યૂ એરા સિનિયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થી અત્યુકી બેહુરયે કોન બનેગા કરોડપતિ સિઝન-15માં હોટ સીટ મેળવી રૂ. 25 લાખનું ઉત્કૃષ્ટ ઇનામ જીત્યું છે.વડોદરા શહેરની ન્યુ એરા સિનિયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થી અત્યુકી બેહુરયે કોન બનેગા કરોડપતિમાં રૂ. 25 લાખ જીત્યા છે. તેની બુદ્ધિમત્તા, વાક્યાતુર્ય અને મહેનતના કારણે આ સ્થાન મળ્યું છે, તે માટે શાળા ગર્વ અનુભવે છે. ન્યુ એરા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. ગીતિકા મદન પટેલ ઉત્સાહપૂર્વક જણાવે છે કે, અત્યુકી શાળાનું ગૌરવ છે. ન્યુ એરા શાળાના આચાર્ય લીના નાયર પણ અત્યુકીને અને તેના માતા પિતાને અભિનંદન આપતા જણાવે છે કે, ન્યુ એરા શાળાના આવા ઉત્સાહી, કર્મશીલ વાલીઓ અને વિદ્યાર્થીઓથી એક પછી એક સન્માન મેળવતી રહી છે.

જોકે, ન્યુ એરા સિનિયર સેકન્ડરી સ્કૂલ સમાજમાં આ પ્રકારે શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહી છે. અત્યુકીના માતાપિતા દ્રઢપણે માને છે કે, શાળામાં થતી પ્રવૃત્તિઓને કારણે તેની જિજ્ઞાસાવૃત્તિ હંમેશા વધતી રહી જેને કારણે તે સતત આગળ વધતો રહ્યો. શાળામાં વિવિધ પ્રવૃત્તિઓમાં તેને જે તક આપવામાં આવી તે પણ આ સફળતામાં ખૂબ જ મહત્વનું બની રહ્યું છે. અત્યુકી ઘણી આંતર શાળાકીય સ્પર્ધાઓમાં પણ વિજેતા બનતો રહ્યો છે, અને શાળાને ગૌરવ અપાવતો રહ્યો છે.

Next Story