વડોદરા: પ્રજ્ઞાચક્ષુ દર્પણ ઈરાનીએ એશિયા પેરા ગેમ્સની ચેસ સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા

દર્પણ ઈરાનીએ એશિયા પેરા ગેમ્સમાં પુરુષ વિભાગની બી-1 શ્રેણીમાં પેરા ચેસ સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા

New Update
વડોદરા: પ્રજ્ઞાચક્ષુ દર્પણ ઈરાનીએ એશિયા પેરા ગેમ્સની ચેસ સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા

વડોદરા શહેરના પ્રજ્ઞાચક્ષુ દર્પણ ઈરાનીએ એશિયા પેરા ગેમ્સમાં પુરુષ વિભાગની બી-1 શ્રેણીમાં પેરા ચેસ સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ મેળવતા વડોદરા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના પ્રજ્ઞાચક્ષુ દર્પણ ઈરાનીએ એશિયા પેરા ગેમ્સમાં પુરુષ વિભાગની બી-1 શ્રેણીમાં પેરા ચેસ સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે ત્યારે વડોદરા એરપોર્ટ પર દર્પણનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દર્પણને અભિનંદન પાઠવ્યા હતા.

1994માં જન્મેલા દર્પણે 3 વર્ષની ઉમરે આંખોની રોશની ગુમાવી હતી.પરિવારે વિશેષ શાળામાં દર્પણને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો અને તેના સાથીદારો સાથે નિયમિત શાળામાં શિક્ષણની માગ કરી હતી. દર્પણે સ્ક્રીન રીડિંગ સોફ્ટવેરની મદદથી તેની તમામ પરીક્ષા કમ્પ્યૂટર પર આપી અને વર્ગના ટોપ 3 વિદ્યાર્થીઓમાં 90%થી વધુ રેન્કિંગ મેળવ્યું હતું.2015માં તેમને IIM લખનઉ તરફથી MBA માટે ઓફર મળી હતી.

જે ઠુકરાવીને CA અને ચેસમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો હતો. આજે દર્પણ 2124ના Elo રેટિંગ સાથે એશિયામાં સર્વોચ્ચ રેટિંગ ધરાવતા પ્રજ્ઞાચક્ષુ ચેસ ખેલાડી છે.3 વર્ષની ઉંમરે આંખો ગુમાવનાર દર્પણે તબલાં, હાર્મોનિયમ અને શાસ્ત્રીય સંગીતમાં મહારથ હાંસલ કરેલી છે. ઉપરાંત તેણે કરાટેમાં બ્લેટ બેલ્ટ મેળવ્યો છે. ચોથી એશિયાઈ પેરા ગેમ્સમાં એશિયા પેરા ગેમ્સમાં પુરુષ વિભાગની બી-1 શ્રેણીમાં પેરા ચેસ સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ દર્પણ આજે વડોદરા પહોંચ્યો હતો. જ્યાં વડોદરા એરપોર્ટ પર દર્પણનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Latest Stories