વલસાડ : દિવાળીમાં ભેટ સોગાદો ન લાવવા માટે કલેકટર કચેરી બહાર લગાવ્યા બોર્ડ

New Update
વલસાડ : દિવાળીમાં ભેટ સોગાદો ન લાવવા માટે કલેકટર કચેરી બહાર લગાવ્યા બોર્ડ

વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભેટ અને સોગાતો ન લાવવા માટે જિલ્લા કલેક્ટર કચેરીના પ્રવેશ દ્વારા પર બોર્ડ લગાવવામાં આવ્યું છે. જેમાં તમામ કર્મચારીઓ દ્વારા સંકલનની મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

દિવાળી આવે એટલે ભેટ સોગાદોનો સિલસિલો શરૂ થઇ જાય છે. ખાસ કરીને મહેસુલી અધિકારીઓ પાસેથી કામ કઢાવવા માટે મીઠાઈ અને ભેટનું ચલણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને નિમંત્રણ આપે છે. આ તમામ ભેટ અને સોગાદો લઈને આવતા લોકો માટે વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા એક પ્રસંસનીય અને આવકારદાયક પગલું ભરવામાં આવ્યું છે.

વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીમાં ભેટ અને સોગાદો અને મીઠાઈ લઈને પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર કચેરીના પ્રવેશદ્વાર પર જ લગાવવામાં આવેલ બોર્ડ ચર્ચાનો વિષય બન્યો છે.

Latest Stories