વલસાડ જિલ્લાના ઉમરગામના ભીલાડ નજીકથી થોડા દિવસ અગાઉ લગ્નના બહાને થયેલ એક યુવતીના અપહરણનો ભેદ LCB પોલીસે ઉકેલી કાઢી મહારાષ્ટ્રના મીરા-ભાયંદરથી 4 આરોપીઓને દબોચી લીધા છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડના અંકલસ ગામ નજીકથી થોડા દિવસ અગાઉ એક યુવતી તેની બહેન સાથે કંપની પર નોકરીએ જવા નીકળી હતી. આ દરમિયાન સિંગડપાડા રોડ પર પહોંચતા જ અચાનક એક કાર આવીને તેમની સામે ઉભી રહી હતી. ત્યારબાદ ફિલ્મી ઢબે કારમાંથી 4 જેટલા યુવકો ઉતર્યા હતા, અને કંપની પર જઈ રહેલ અંધેર પરિવારની બન્ને બહેનોને ધમકાવી હતી. એટલું જ નહીં, એક બહેનને માર મારી અન્ય બહેનને બળજબરી પૂર્વક કારમાં અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. જોકે, બહેનના અપહરણની વાત યુવતીએ ઘરે જાણ કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ધોળે દિવસે રસ્તા પરથી યુવતીના અપરણની ઘટના બહાર આવતા જ ભીલાડ પોલીસ સાથે સમગ્ર વલસાડ જિલ્લા પોલીસ દોડતી થઈ હતી. આ મામલે ગણતરીના સમયમાં જ વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મહારાષ્ટ્રના મીરા-ભાયંદરથી 4 આરોપીઓને દબોચી લીધા હતા. આ સાથે જ અપરણના ગુનામાં વપરાયેલી કાર પણ પોલીસે કબજે કરી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતાં આ ઘટનામાં યુવતી અંકિતા પરિણીત હોવાનું બહાર આવ્યું છે. તો સામે પક્ષે આરોપી દેવરામ કાશીરામ સાવર પણ પરિણીત છે, અને તેના 3 બાળકો પણ છે. લગ્નના બહાને આરોપી દેવરામ બળજબરી પૂર્વક અંકિતાને મહારાષ્ટ્ર લઈ જઈ તેની પત્ની બનાવવા માગતો હતો, ત્યારે હવે આરોપી દેવરામ સાથે આવેલા તેના