વરુણ ધવને ‘બોર્ડર 2’માં તેની એન્ટ્રીની જાહેરાત કરી છે, જે 1997ની સુપરહિટ ફિલ્મ ‘બોર્ડર’ની સિક્વલ છે. આયુષ્માન ખુરાનાની ફિલ્મમાંથી બહાર થયા બાદ હવે વરુણ આ મોટી ફિલ્મનો હિસ્સો બની ગયો છે.
બોર્ડર-2માં વરુણ ધવનની એન્ટ્રી,સોશ્યલ મીડિયા પર ટીઝર કર્યું શેર
Featured | મનોરંજન | સમાચાર, વરુણ ધવને 'બોર્ડર 2'માં તેની એન્ટ્રીની જાહેરાત કરી છે, જે 1997ની સુપરહિટ ફિલ્મ 'બોર્ડર'ની સિક્વલ છે. આયુષ્માન ખુરાનાની ફિલ્મમાંથી બહાર
ખુદ અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ પર આ સમાચારની પુષ્ટિ કરી છે. તેણે ફિલ્મનું ટીઝર શેર કર્યું અને કેપ્શનમાં લખ્યું – ‘જ્યારે હું ચોથા ધોરણમાં હતો ત્યારે મેં ચંદન સિનેમામાં ‘બોર્ડર’ને જોઈ હતી. આ ફિલ્મની મારા પર ઊંડી અસર પડી.’ ‘આજે પણ મને ગર્વની લાગણી યાદ છે જે આપણે બધા થિયેટરમાં અનુભવતા હતા. તે દિવસથી મેં આપણા સૈનિકોનું સન્માન કરવાનું શરૂ કર્યું અને આપણી સેનાએ હંમેશા આપણને બચાવ્યા છે. સીમા સુરક્ષા હોય કે કોઈપણ કુદરતી આફત, સેના હંમેશા આપણા માટે તૈયાર છે.’
