-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
ઉમરવાડા ગામે આયોજન કરાયું
-
મતદાર યાદી સુધારણા કેમ્પ યોજાયો
-
ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો
અંકલેશ્વર: ઉમરવાડા ગામમાં મતદાર યાદી સુધારણા કેમ્પ યોજાયો, ગ્રામજનોએ લીધો ઉત્સાહભેર ભાગ
ઉમરવાડા ગામમાં ચૂંટણી કમિશન દ્વારા જાહેર કરાયેલા (SIR) કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદી સુધારણા માટે કેમ્પનું આયોજન પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વરના ઉમરવાડા ગામમાં મતદાર યાદી સુધારણા માટે SIR વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંકલેશ્વરના ઉમરવાડા ગામમાં ચૂંટણી કમિશન દ્વારા જાહેર કરાયેલા Special Intensive Revision (SIR) કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદી સુધારણા માટે વિશેષ કેમ્પનું આયોજન પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું.
ગામના નાગરિકોને મતદાર યાદીમાં નામ ઉમેરવા, વિગતો સુધારવા તથા જરૂરી દસ્તાવેજોની ચકાસણી માટે માર્ગદર્શન અને સહાય પૂરી પાડવાનો હેતુ રાખી આ કેમ્પ યોજાયો હતો. કેમ્પનું સંચાલન ઉમરવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઈમ્તિયાઝ માકરોડ, સામાજિક કાર્યકર જુનેદ પાંચભાયા તથા ગામના BLO ભાર્ગવ પટેલ, રશ્મિકા પટેલ અને જલ્પા સુખરિયાના સહયોગથી કરવામાં આવ્યું હતું.
કેમ્પ દરમિયાન ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ બને તે માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. નાગરિકોની વિગતો ચોકસાઈથી ભરાય અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી ઝડપથી પૂર્ણ થાય તે માટે સમગ્ર ટીમ દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું.
