-
ભરૂચમાં લોકશાહીનો અનોખો ઉજાસ
-
અંધકાર વચ્ચે મીણબત્તીના પ્રકાશે થયું મતદાન
-
ઇકરા સ્કૂલના મતદાન મથકે મીણબત્તીના અજવાળે વોટિંગ
-
વોર્ડ નં-2માં મીણબત્તીના સહારે મતાધિકારનો ઉપયોગ
-
નાગરિકોએ મીણબત્તીના પ્રકાશમાં મતદાન કરીને ફરજ નિભાવી
ભરૂચમાં લોકશાહીના પર્વમાં આજે એક અનોખો નજારો જોવા મળ્યો હતો, નગરપાલિકાના વોર્ડ નંબર 2માં આવેલી ઈકરા સ્કૂલ ખાતે મતદાન પ્રક્રિયા દરમિયાન વીજળી ગુલ થઈ જતા મીણબત્તીના સહારે મતદાન પ્રક્રિયા કરવામાં આવી હતી.
ભરૂચમાં લોકશાહીના પર્વમાં આજે એક અનોખો નજારો જોવા મળ્યો હતો, નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલી ઇકરા સ્કૂલ ખાતે મતદાન પ્રક્રિયા ચાલુ હતી, ત્યાં જ અચાનક વીજળી ગુલ થઈ ગઈ હતી.જોકે,અંધકાર પણ મતદારોના ઉત્સાહને રોકી શક્યો નહીં. લાઈટ ન હોવા છતાં, મતદારોએ મીણબત્તીના પ્રકાશમાં પોતાનો કિંમતી મત આપવાનું નક્કી કર્યું હતું.
વહીવટી તંત્રની આ મથામણ અને મતદારોની જાગૃતિ જોઈને એટલું તો ચોક્કસ કહી શકાય કે, લોકશાહીને જીવંત રાખવા માટે અજવાસ મનનો હોવો જરૂરી છે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં ઇકરા સ્કૂલ ખાતે મતદાન દરમિયાન વીજળી ડૂલ થતા અફરાતફરી મચી હતી, પરંતુ જાગૃત નાગરિકોએ હાર ન માની મીણબત્તીના પ્રકાશમાં મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી.
