અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

જીઆઇડીસી બસ ડેપો ખાતે આયોજન

સાપ્તાહિક સ્વરછતા કાર્યક્રમ યોજાયો

સાફ સફાઈ કરવામાં આવી

અંકલેશ્વર GIDC બસ સ્ટેશન ખાતે “સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ” અંતર્ગત વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વરછતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર GIDC બસ સ્ટેશન ખાતે “સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ” અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. આ અભિયાનમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા, અંકલેશ્વરની યુવક સ્વયંસેવક ટીમ તેમજ બસ ડેપોના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.અભિયાન દરમિયાન સમગ્ર બસ સ્ટેશન પરિસર તેમજ મુસાફરો માટેના વેઇટિંગ એરિયાની સફાઈ કરવામાં આવી હતી.

સ્વયંસેવકો અને ડેપોના કર્મચારીઓએ સંયુક્ત રીતે સફાઈ કામગીરી હાથ ધરી બસ સ્ટેશન પરિસરને સ્વચ્છ અને સુઘડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.આ સ્વચ્છતા અભિયાન દ્વારા જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તેમજ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.