ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ કુમારનું એક્સટેન્શન તા. 31 જાન્યુઆરી 2023ના રોજ પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે, તેમને ફરી એક્સટેન્શન આપવામાં આવે છે કે નહીં. હાલ સંભવત નવા મુખ્ય સચિવ તરીકે એકથી વધુ નામ ચર્ચામાં છે. જેમાં ગૃહ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજ કુમારનું નામ મોખરે છે.
રાજ્ય સરકારના મુખ્ય સચિવની રેસમાં કેન્દ્રમાં રહેલા એસ. અપર્ણા, બી.બી સ્વેન, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાનું નામ પણ ચર્ચામાં છે. હવે જોવાનું રહ્યું કે મુખ્ય સચિવનો તાજ કોના શિરે જાય છે. હાલની પરિસ્થિતિ પર નજર કરીએ તો G-20ના કારણે 1986ની બેચના IAS ઓફિસર પંકજ કુમારને વધુ એક એક્સટેન્શન મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. આપને જણાવી દઈએ કે, ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ કુમાર અગાઉ 2022માં નિવૃત્ત થયા હતા. પરંતુ રાજ્ય સરકારે 31 જાન્યુઆરી 2023 સુધી તેને યથાવત રાખવામાં આવ્યા હતા.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170