દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં એક હેલોવીન પાર્ટી દરમિયાન નાસભાગમાં 150 લોકોના મોત

એક હેલોવીન પાર્ટી દરમિયાન નાસભાગમાં 150 લોકોના મોત

New Update
દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં એક હેલોવીન પાર્ટી દરમિયાન નાસભાગમાં 150 લોકોના મોત

દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં શનિવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક હેલોવીન પાર્ટી દરમિયાન નાસભાગમાં 150 લોકોના મોત થયા હતા, જ્યારે 150થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ નાસભાગ દરમિયાન લગભગ 50 લોકોને હૃદયરોગનો હુમલો થયો હોવાના અહેવાલ છે. દેશની યોનહાપ ન્યૂઝ એજન્સી અનુસાર, સિયોલમાં હેલોવીન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સાંકડા રસ્તા પર લોકોની અવરજવરને કારણે નાસભાગ મચી ગઈ હતી.

ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ સિયોલના ઇટવાન, યોંગસન-ગુમાં હેલોવીન પાર્ટી ચાલી રહી હતી. દરમિયાન એક રસ્તા પર આગળ વધવાના પ્રયાસમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો એકબીજાને કચડી નાખવા લાગ્યા હતા. ફાયર વિભાગને રાત્રે 10:22 વાગ્યે કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફના અહેવાલો મળવા લાગ્યા. પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં 120 લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમાંથી 74ને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે 46ને નજીકના મલ્ટીપર્પઝ ઇન્ડોર જિમ્નેશિયમમાં રાખવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગનાની ઉંમર 20 વર્ષની આસપાસ જ છે. અધિકારીઓનું અનુમાન છે કે હજુ પણ મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે.

Latest Stories