ટાઈટન નામની કેપ્સ્યૂલમાં ટાઈટેનિકના કાટમાળ જોવા ગયેલા 5 અબજોપતિનાં મોત, દરિયાના પાતાળમાંથી મળ્યો કેપ્સ્યૂલનો કાટમાળ

યુએસ કોસ્ટ ગાર્ડના આર એડમિરલ જ્હોન મૌગરે કહ્યું- એટલાન્ટિક મહાસાગરમાં કેપ્સ્યૂલના કાટમાળને રિમોટલી ઓપરેટેડ વાહન દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો.

New Update
ટાઈટન નામની કેપ્સ્યૂલમાં ટાઈટેનિકના કાટમાળ જોવા ગયેલા 5 અબજોપતિનાં મોત, દરિયાના પાતાળમાંથી મળ્યો કેપ્સ્યૂલનો કાટમાળ

ટાઇટેનિક જહાજના કાટમાળથી 1600 ફૂટ નીચે ટાઇટન કેપ્સ્યૂલનો કાટમાળ મળી આવ્યો છે. ટાઇટેનિકનો કાટમાળ બતાવવા ગયેલી આ કેપ્સ્યૂલ 4 દિવસ એટલે કે 18 જૂનની સાંજથી ગુમ હતી. કેપ્સ્યૂલમાં હાજર તમામ પાંચ લોકોનાં મોત થયા છે. જેમાં બ્રિટિશ બિઝનેસમેન હેમિશ હાર્ડિંગ, ફ્રેન્ચ ડાઈવર પૉલ-હેનરી, પાકિસ્તાની-બ્રિટિશ બિઝનેસમેન શહજાદા દાઉદ, તેનો પુત્ર સુલેમાન અને ઓશનગેટ કંપનીના સીઈઓ સ્ટોકટન રશનો સમાવેશ થાય છે. યુએસ કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ ગુરુવારે આની પુષ્ટિ કરી હતી.

યુએસ કોસ્ટ ગાર્ડના આર એડમિરલ જ્હોન મૌગરે કહ્યું- એટલાન્ટિક મહાસાગરમાં કેપ્સ્યૂલના કાટમાળને રિમોટલી ઓપરેટેડ વાહન દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો. શક્ય છે કે તેમાં વિસ્ફોટ થયો હોય. જોકે વિસ્ફોટ ક્યારે થયો તે હાલ જણાવવું મુશ્કેલ છે. આ અંગે હજુ પણ ઘણા પ્રશ્નો છે, જેના જવાબો શોધવાના છે.

Latest Stories