પૂર્વ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાં બોટ ડૂબવાથી મોટી દુર્ઘટના, 91 લોકોના મોત

New Update
પૂર્વ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાં બોટ ડૂબવાથી મોટી દુર્ઘટના, 91 લોકોના મોત

પૂર્વ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાં રવિવારે મોડી રાત્રે એક બોટ ડૂબી ગઈ હતી. આ દુર્ઘટનામાં 91 લોકોના મોત થયા હતા. તેમાં ઘણા બાળકો પણ સામેલ છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.બ્રિટિશ મીડિયા બીબીસીના જણાવ્યા અનુસાર, ફિશિંગ બોટમાં 130 લોકો સવાર હતા, જે તેની ક્ષમતા કરતા વધુ હતા. જેમાંથી અત્યાર સુધીમાં 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

હજી ઘણા લોકો ગુમ છે.આ લોકો મોઝામ્બિકના નામપુલા પ્રાંતના લુંગા શહેરથી મોઝામ્બિકના મુખ્ય ટાપુ પર જઈ રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ કોલેરાના રોગથી બચવા માટે પલાયન કરી રહ્યા હતા.આ ઘટના સાથે જોડાયેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં લોકોને બચાવવામાં આવી રહ્યા છે અને દરિયા કિનારે ઘણા મૃતદેહો પડેલા દેખાય છે.

Latest Stories