પાકિસ્તાનના મિયાંવાલી એરબેઝ પર થયો મોટો આત્મઘાતી હુમલો

New Update
પાકિસ્તાનના મિયાંવાલી એરબેઝ પર થયો મોટો આત્મઘાતી હુમલો

પાકિસ્તાની ધરતી ફરી એકવાર મોટા આતંકી હુમલાથી કંપી ગઇ છે. પાકિસ્તાનના મિયાંવાલી એરબેઝ પર મોટો આત્મઘાતી હુમલો થયો છે. આતંકી સંગઠન તહરીક-એ-જેહાદે આ હુમલાની જવાબદારી લીધી છે. હાલમાં આતંકવાદીઓ વિરુદ્ધ પાકિસ્તાની સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલામાં મિયાંવાલી એરબેઝને ભારે નુકસાન થયું છે.

પાકિસ્તાની સેનાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તેને ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. સેનાએ કહ્યું છે કે, આતંકી હુમલો નિષ્ફળ ગયો છે. આ સાથે સેનાએ જણાવ્યું છે કે તેમનું ઓપરેશન અંતિમ તબક્કામાં છે. પાકિસ્તાની સેનાએ કહ્યું છે કે આત્મઘાતી હુમલામાં વાયુસેનાના ત્રણ વિમાનોને નુકસાન થયું છે.

Latest Stories