/connect-gujarat/media/post_banners/20dd628149be8b6e278897f2216c0500d91cf9a38e7a4812e7fd2d17fd3aa0af.webp)
તુર્કિની રાજધાની ઈસ્તંબુલમાં આગની એક મોટી દુર્ઘટના બની છે. ઈસ્તંબુલ શહેરમાં એક નાઇટ ક્લબમાં રિનોવેશન દરમિયાન આગ લાગી હતી, જેમાં અત્યાર સુધી 25 લોકોના મોતના સમાચાર છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. જોકે તાબડતોબ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને બળી ગયેલી લાશો બહાર કાઢવામાં આવી હતી. ઘણા લોકો દાઝ્યાં હોવાથી મોતનો આંકડો વધી શકે છે.
આ નાઇટક્લબ બેસિક્તાસ જિલ્લામાં 16 માળની રહેણાંક ઇમારતના ભોંયતળિયે હતું. માર્યા ગયેલા લોકો ક્લબમાં કામ કરી રહેલા મજૂરો હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તુર્કીના ન્યાય મંત્રી યિલમાઝ તુનાકે ટ્વિટર પર આ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે પાંચ લોકોની ધરપકડ માટે વોરંટ જારી કરવામાં આવ્યું છે. જેમાં નાઇટ ક્લબ મેનેજમેન્ટના ત્રણ લોકો અને કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલ એક વ્યક્તિનો સમાવેશ થાય છે.