ગત ફેબ્રુઆરી મહિનામાં યુએસના રાષ્ટ્રપતિનું પદ સાંભળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક વિવાદાસ્પદ નિર્ણયો લઇ રહ્યા છે, જેના કારણે તેઓ સતત ચર્ચામાં રહે છે. રિપબ્લિકન ટ્રમ્પના સાશનના હજુ પાંચ મહિના જ વીત્યા છે, એવામાં યુએસના લોકોનો રોષ ફાટી નીકળ્યો (Protest Against Trump) છે, લોકો ટ્રમ્પના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. છેલ્લા 2 દિવસથી યુએસના તમામ 50 રાજ્યોમાં 1,500 વધુ સ્થળોએ ટ્રમ્પ વિરુદ્ધ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે.
‘ગુડ ટ્રબલ લિવ્સ ઓન’ ટાઈટલ હેઠળના આ વિરોધ પ્રદર્શનમાં લાખો લોકો જોડાઈ રહ્યા છે. હેલ્થ કેરના ખર્ચમાં કામ, નવી કડક ઇમિગ્રેશન પોલિસી અને અન્ય નિર્ણયોનો સામે નારાજગી દર્શવતા ટ્રમ્પ વહીવટીતંત્ર સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. પ્રદર્શનકારી અમેરિકાના રાષ્ટ્રધ્વજ અને વિવિધ સુત્રો લખેલા પ્લે કાર્ડ્સ દર્શાવીને વિરોધ કરી રહ્યા છે.
ન્યૂ યોર્કમાં પ્રદર્શનકારીઓ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ બિલ્ડિંગ સામે એકઠા થયા હતાં. વોશિંગ્ટન ડી સી શહેરના વ્હાઇટ હાઉસથી થોડા બ્લોક દૂર એક પાર્કમાં સેંકડો લોકો વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા હતાં.
મિનિયાપોલિસના ડાઉનટાઉનમાં થયેલા પ્રદર્શનોમાં ભાષણો આપવામાં આવ્યા હતાં. શિકાગોમાં, એટલાન્ટા, સેન્ટ લુઇસ, અન્નાપોલિસ અને ઓકલેન્ડમાં રેલીઓ, કૂચ, કેન્ડલ લાઈટ વિજીલ, ફૂડ ડ્રાઇવ, ડાયરેક્ટ એક્શન ટ્રેનીંગ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલમાં થઇ થઇ રહેલા પ્રદર્શનોની હેતુ નાગરિક અધિકાર નેતા જોન લુઇસને શ્રદ્ધાંજલિ આપવાનો પણ છે.
જોહ્ન લુઈસના મૃત્યુની પાંચમી વર્ષગાંઠને નિમિતે “ગુડ ટ્રબલ લિવ્સ ઓન” પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે.
જોન લુઈસ ડૉ. માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની આગેવાની હેઠળના નાગરિક અધિકાર કાર્યકરોના જૂથ ‘બિગ સિક્સ’ સભ્ય હતાં. જોન લુઈસે હંમેશા અહિંસક આંદોલનો દ્વારા ન્યાય માટેની લડાઈને સમર્થન આપ્યું હતું. તેમણે 1965માં સેલ્માથી મોન્ટગોમરી સુધીની કૂચ કરી નાગરિક અધિકાર માટે અહિંસક લડત ચલાવી હતી.
તેમના વિચારોના વારસાને આગળ ધપાવવા માટે હાલ ‘ગુડ ટ્રબલ લિવ્સ ઓન’ પ્રદર્શનો યોજવામાં આવી રહ્યા છે.
વર્ષ 2020 માં તેમના મૃત્યુ પહેલાં જોન લુઈસએ અમેરિકન નાગરિકોને એક અપીલ કરી હતી. અપીલમાં તેમણે કહ્યું હતું, “સારી મુશ્કેલીમાં પડો, જરૂરી મુશ્કેલીમાં પડોઅને અમેરિકાના આત્માનો ઉદ્ધાર કરો.”
donald trump | America