રશિયાની રાજધાની મોસ્કોમાં થયો એક મોટો યુક્રેનિયન ડ્રોન હુમલો

New Update
રશિયાની રાજધાની મોસ્કોમાં થયો એક મોટો યુક્રેનિયન ડ્રોન હુમલો

રશિયાની રાજધાની મોસ્કોમાં એક મોટો ડ્રોન હુમલો થયો છે. એક સાથે અનેક ડ્રોનના હુમલાથી મોસ્કોમાં ખળભળાટ મચી ગયો હતો. રશિયન સેનાએ જવાબી કાર્યવાહી કરી અને ઘણા ડ્રોનને તોડી પાડ્યા. ડ્રોન હુમલા બાદ મોસ્કોમાં એર ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો છે. હુમલામાં બે ઈમારતોને નુકસાન થવાના સમાચાર છે.

હુમલા વિશે માહિતી આપતા, રશિયન રાજધાની મોસ્કોના મેયરે રવિવારે સવારે જણાવ્યું હતું કે મોસ્કો પર રાત્રે યુક્રેનિયન ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે ઓફિસ બિલ્ડિંગને નુકસાન થયું હતું. તેમણે જણાવ્યું કે કોઈને ઈજા થઈ નથી. સમાચાર એજન્સી એએફપીએ આ જાણકારી આપી છે.

મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને ટેલિગ્રામ પર પોસ્ટ કર્યું, "યુક્રેનિયન ડ્રોને આજે રાત્રે હુમલો કર્યો. શહેરમાં બે ઓફિસ ટાવરને સાધારણ નુકસાન થયું છે. કોઈ પીડિત કે ઈજાગ્રસ્ત નથી."