અમેરિકાએ વધતા તણાવને જોતા મિડલ ઈસ્ટમાં વધુ હથિયારો તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોને કહ્યું કે અમેરિકા આ વિસ્તારમાં ફાઈટર જેટ સ્ક્વોડ્રન અને એરક્રાફ્ટ કેરિયર તહેનાત કરશે. તેમનો ધ્યેય ઈરાન દ્વારા હુમલાની સ્થિતિમાં ઇઝરાયલની સુરક્ષા કરવાનો છે.
ખરેખરમાં, તેહરાનમાં હમાસ ચીફ હાનિયાના મોત બાદ સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીએ ઇઝરાયલ પર સીધો હુમલો કરવાની ધમકી આપી હતી. ઈરાન સમર્થક સંગઠનો હિઝબુલ્લાહ અને હુતિઓએ પણ ઇઝરાયલથી બદલો લેવાની વાત કરી હતી.આ પછી અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને પણ મિડલ ઈસ્ટમાં બેલેસ્ટિક મિસાઈલ સાથે ક્રુઝર અને ડિસ્ટ્રોયર પણ તહેનાત કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત અમેરિકા ત્યાં અન્ય બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ વેપન પણ મોકલી રહ્યું છે.