ઈરાનમાં જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે થયો વિસ્ફોટ, 100થી વધુ લોકોના મોત

New Update
ઈરાનમાં જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે થયો વિસ્ફોટ, 100થી વધુ લોકોના મોત

ઈરાનમાં જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે વિસ્ફોટ થયો હતો, જેમાં 100થી વધુ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ સિવાય 71 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. ઈરાનના સરકારી મીડિયા અનુસાર એક વરિષ્ઠ અધિકારીએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે.

રિપોર્ટ અનુસાર, પહેલો વિસ્ફોટ ઈરાનના કર્માન શહેરમાં પૂર્વ ઈરાની આર્મી જનરલ સુલેમાનીની કબર પાસે થયો હતો. તે પછી બીજો વિસ્ફોટ થયો, જેમાં 100થી વધુ લોકોના મોત થયા. તો બીજી તરફ એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે રસ્તાની બાજુના કબ્રસ્તાન પાસે કેટલાય ગેસ સિલિન્ડરોમાં વિસ્ફોટ થયા. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ વિસ્ફોટ ગેસ સિલિન્ડરથી થયો છે કે પછી આ આતંકવાદી હુમલો છે.

Latest Stories