ટાઇટેનિકનો કાટમાળ જોવા વધુ એક કેપસ્યુલ સમુદ્રમાં જશે, કિંમત 166 કરોડ રૂપિયા

New Update
ટાઇટેનિકનો કાટમાળ જોવા વધુ એક કેપસ્યુલ સમુદ્રમાં જશે, કિંમત 166 કરોડ રૂપિયા

ટાઇટેનિક જહાજનો કાટમાળ જોવા ગયેલી ટાઇટન સબમરીન સમુદ્રમાં વિસ્ફોટ થયાના 11 મહિના બાદ હવે વધુ એક અમેરિકન અબજોપતિ ​​​​​​ટાઇટેનિકનો કાટમાળ જોવા જશે. અમેરિકન રિયલ એસ્ટેટ અબજોપતિ લેરી કોનર ટ્રાઇટન કેપ્સ્યૂલના કો-ફાઉન્ડર પેટ્રિક લાહેની સાથે આ યાત્રાએ જશે.

આ માટે કોનરે ટ્રાઇટન 4000/2 એક્સપ્લોરર નામની કેપ્સ્યૂલ ડિઝાઇન કરી છે. તેની કિંમત 166 કરોડ રૂપિયા છે. તે સમુદ્રમાં 4 હજાર મીટરની ઊંડાઈ સુધી જઈ શકે છે, તેથી તેને '4000' નામ આપવામાં આવ્યું છે. ટ્રાઇટન કેપ્સ્યૂલ ક્યારે તેની યાત્રા પર જશે તે તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ સાથેની મુલાકાતમાં, લેરીએ કહ્યું, "તેઓ વિશ્વને બતાવવા માંગે છે કે મહાસાગર કેટલો શક્તિશાળી છે તેમજ તે કેટલો સુંદર છે. જો તમે યોગ્ય પગલાં લો છો, તો એક યાત્રા જીવન પ્રત્યે તમારો દ્રષ્ટિકોણ બદલી શકે છે. "