Connect Gujarat
દુનિયા

પાડોશી દેશ પાકિસ્તાનમાં કારમી મોંઘવારી, 800 રૂપિયાનો એક કિલો લોટ !

પાડોશી દેશ પાકિસ્તાનમાં કારમી મોંઘવારી, 800 રૂપિયાનો એક કિલો લોટ !
X

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ફરી એકવાર કથળવા લાગી છે. ખાદ્યપદાર્થોના ભાવ ત્યાં આસમાને છે. સ્થિતિ એટલી ખરાબ છે કે લોટ અને રોટલી જેવી વસ્તુઓના ભાવ એટલા વધી ગયા છે કે સામાન્ય લોકો માટે તેને ખરીદવી મુશ્કેલ બની રહી છે.કરાચીમાં એક નાની દુકાન ચલાવતા અબ્દુલ હમીદે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે ખાદ્ય ચીજોની કિંમતો સતત વધી રહી છે અને સરકાર સામાન્ય લોકોની સમસ્યાઓને નજરઅંદાજ કરી રહી છે.

અબ્દુલ હમીદે કહ્યું, 'લોકો ભારે મુશ્કેલી સાથે જીવી રહ્યા છે અને સરકારને તેમની ચિંતા નથી. અમે અમારા પરિવારો માટે પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડી શકતા નથી અને અમારા નેતાઓ મજા માણી રહ્યા છે. વીજળી, પાણી અને ગેસ જેવી પ્રાથમિક જરૂરિયાતો મોંઘી થઈ ગઈ છે. અમે ખોટા લોકોને વોટ આપ્યો છે. તેઓ અમારી જરૂરિયાતો પર ધ્યાન આપ્યા વિના મજા કરી રહ્યા છે.

લોકોનો આરોપ છે કે પાકિસ્તાનના તમામ સંસાધનોનો ઉપયોગ અમીરોને વધુ અમીર બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે, જ્યારે સામાન્ય લોકો દરરોજ સંઘર્ષ કરી રહ્યા છે.

Next Story