/connect-gujarat/media/post_banners/624dabf853121e9a0c514bcf869d553bad64f6717f37a0b160c95101ca7181a4.webp)
ગુરુવારે (8 ફેબ્રુઆરી) યોજાનારી સામાન્ય ચૂંટણી માટે પાકિસ્તાનમાં લગભગ 6,50,000 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ચૂંટણીમાં 12.85 કરોડથી વધુ નોંધાયેલા મતદારો મતદાન કરશે.
દેશમાં સામાન્ય ચૂંટણીના એક દિવસ પહેલા બુધવારે (7 બુધવાર) બલૂચિસ્તાન પ્રાંતમાં ચૂંટણી કાર્યાલયોને નિશાન બનાવતા બે બોમ્બ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 25 લોકો માર્યા ગયા અને 42 અન્ય ઘાયલ થયા. રેડિયો પાકિસ્તાનના સમાચાર અનુસાર મતદારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લગભગ 6,50,000 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
જેમાં પોલીસ, સિવિલ સશસ્ત્ર દળો અને સશસ્ત્ર દળોના જવાનોનો સમાવેશ થાય છે. ગુરુવારે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થશે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) અનુસાર, કુલ 12,85,85,760 નોંધાયેલા મતદારો મતદાન કરવા પાત્ર છે.
નેશનલ એસેમ્બલી સીટ માટે 5,121 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 4,807 પુરૂષો, 312 મહિલાઓ અને બે ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. ચાર પ્રાંતીય એસેમ્બલી માટે 12,695 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 12,123 પુરૂષો, 570 મહિલાઓ અને બે ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.