રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનો નિષ્ફળ પ્રયાસ, ઘરે પરત ફરતી વેળા તેમની કાર પર થયો હુમલો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની લિમોઝીન કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. જનરલ SVRના રિપોર્ટ અનુસાર, લેમોઝીન કારના ડાબા પૈડામાં જોરદાર ધડાકો સંભળાયો.

New Update
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનો નિષ્ફળ પ્રયાસ, ઘરે પરત ફરતી વેળા તેમની કાર પર થયો હુમલો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની લિમોઝીન કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. જનરલ SVRના રિપોર્ટ અનુસાર, લેમોઝીન કારના ડાબા પૈડામાં જોરદાર ધડાકો સંભળાયો. જોકે, રશિયન પ્રમુખ પુતિનને કોઈ ઈજા થઈ ન હતી.

લગભગ 6 મહિનાથી ચાલી રહેલા રુસો-યુક્રેન યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની લિમોઝીન કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. જનરલ SVRના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, લિમોઝીન કારના ડાબા વ્હીલમાંથી જોરથી ધડાકો થયો હતો અને વ્હીલમાંથી ઘણો ધુમાડો નીકળી રહ્યો હતો. વિસ્ફોટના થોડા સમય પહેલા, સુરક્ષા ટુકડીની પ્રથમ કારને એમ્બ્યુલન્સ દ્વારા અટકાવવામાં આવી હતી, અને બીજી જ ક્ષણે પુતિનની કારમાંથી જોરદાર અવાજ સંભળાયો હતો. સદનસીબે, રશિયન પ્રમુખ પુતિનને કોઈ ઈજા થઈ નથી. હુમલાના સ્થળ વિશે માહિતી મળી શકી નથી. રિપોર્ટ અનુસાર, રશિયન રાષ્ટ્રપતિ ભારે સુરક્ષા દળો વચ્ચે તેમના સત્તાવાર નિવાસસ્થાને જઈ રહ્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે, વિસ્ફોટનો અવાજ સંભળાતાની સાથે જ સુરક્ષા દળોએ તરત જ રાષ્ટ્રપતિ પુતિનની કારને ઘેરી લીધી હતી. વિસ્ફોટ બાદ પુતિનને સુરક્ષિત સત્તાવાર નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ સમાચારની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જનરલ એસવીઆરના અહેવાલ મુજબ, વિસ્ફોટ બાદ રાષ્ટ્રપતિ પુતિનના અંગરક્ષક (સેવા)ના વડા અને અન્ય કેટલાકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, રશિયન પ્રમુખ પુતિનની હિલચાલ વિશે માત્ર અમુક જ લોકો જાણતા હતા. આ લોકોમાં સુરક્ષાકર્મીઓ અને કેટલાક અધિકારીઓ સામેલ હતા. બ્લાસ્ટ બાદ 3 લોકો ઘટના સ્થળેથી ગાયબ થઈ ગયા હતા.

Latest Stories