/connect-gujarat/media/post_banners/a7f7ccfb89a141c448a90c06ed4e1fbdde49857bbf24c3cdf1a9055d8ab6dd99.webp)
BAPS સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલે, ન્યૂજર્સીની પાવન ભૂમિમાં તારીખ 2 ઓક્ટોબર, 2023ના રોજ, એક અભૂતપૂર્વ અને હૃદયસ્પર્શી દીક્ષાદિન યોજાયો હતો. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના નેતૃત્વમાં યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને ભારતમાં જન્મેલા અને ઊછરેલા 30 હાઇલી ક્વોલિફાઇડ યુવાનોને વૈદિક દીક્ષા મંત્રો આપવામાં આવ્યા હતા. આ યુવાનોએ એક નવું જીવન નિઃસ્વાર્થ સેવાની પરિવર્તન યાત્રાની શરૂઆત કરી. દીક્ષા દિન તેમના જીવનમાં એક અસાધારણ પ્રકરણ ચિહ્નિત કરે છે, જે અતૂટ શ્રદ્ધા, એકતા અને ભક્તિ દ્વારા માર્ગદર્શિત માર્ગ માટે પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
દીક્ષા દિન માત્ર એ એક પ્રસંગ નથી પરંતુ તે આ 30 યુવાન પુણ્ય આત્માઓની અદમ્ય ભાવનાનો પુરાવો છે જેઓ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને કંપનીઓમાં અભ્યાસ અને વ્યવસાયોનાં વિવિધ ક્ષેત્રોને અનુસર્યા છે. આ નવયુવાનોમાંથી ઘણા એવા યુવાનો છે કે જેઓ તેમનાં માતાપિતાના એકમાત્ર સંતાન છે, જે દર્શાવે છે કે તેમનાં માતા-પિતાએ સમાજ કલ્યાણ અને લોકોની નિઃસ્વાર્થ ભાવે સેવા કરવા માટે પોતાના વહાલસોયા પુત્રોને રાજીખુશી સાથે દીક્ષા લેવાની મંજૂરી આપી છે, જેથી તે યુવાનો પોતાની આધ્યાત્મિક પ્રગતિની સાથે-સાથે અનેક લોકોના જીવન પરિવર્તન કરવામાં અતુલ્ય યોગદાન આપી શકે.