Connect Gujarat
દુનિયા

ચીનમાં વાવાઝોડા કારણે ભારે તબાહી,5 લોકોના મોત-33 ઘાયલ

ચીનમાં વાવાઝોડા કારણે ભારે તબાહી,5 લોકોના મોત-33 ઘાયલ
X

ચીનના ગ્વાંગઝોઉ શહેરમાં આવેલા વાવાઝોડાને કારણે પાંચ લોકોના મોત થયા છે. જ્યારે 33 લોકો ઘાયલ થયા છે. ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર, વાવાઝોડું ગ્વાંગઝોઉ શહેરમાં શનિવારે (27 એપ્રિલ) બપોરે ત્રાટક્યું હતું. આ સમયગાળા દરમિયાન અહીં મહત્તમ 20.6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પવન ફુંકાયો હતો.

વાવાઝોડાને કારણે 141 ફેક્ટરીઓની ઇમારતોને નુકસાન થયું છે. જો કે, રહેણાંક વિસ્તારોને નુકસાન થયું નથી. રેસ્ક્યુ ટીમે શનિવારે (27 એપ્રિલ) સ્થાનિક સમય અનુસાર રાત્રે 10 વાગ્યા સુધીમાં મિશન પૂર્ણ કર્યું છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે વાવાઝોડું તેની મહત્તમ તીવ્રતા 5ની સામે 3 સ્તર પર હતું.ગત વર્ષે પણ ચીનના ગ્વાંગઝોઉ શહેરમાં ભારે વાવાઝોડું આવ્યું હતું, જેમાં 10 લોકોના મોત થયા હતા. ટાયફૂન હાઈકુઈ નામના આ વાવાઝોડાએ ગ્વાંગઝોઉમાં ભારે નુકસાન કર્યું હતું.

Next Story