ઈરાન UN મહિલા આયોગમાંથી આઉટ, અમેરિકા દ્વારા લાવવામાં આવ્યો ઠરાવ

અમેરિકા એવો પણ આરોપ લગાવ્યો હતો કે, ઈરાનમાં મહિલાઓના માનવાધિકાર સતત કચડવામાં આવી રહ્યું છે

New Update
ઈરાન UN મહિલા આયોગમાંથી આઉટ, અમેરિકા દ્વારા લાવવામાં આવ્યો ઠરાવ

ઈરાનમાં છેલ્લા ઘણા મહિનાઓથી મહિલાઓનું પ્રદર્શન ચાલી રહ્યું છે. હિજાબ ને લઈને શરૂ થયેલા વિવાદે હવે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે.મહસા અમીનીના મોત બાદ ત્યાંની સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રે ઈરાનને મોટો ઝટકો આપવાનું કામ કર્યું છે. ઈરાનને તાત્કાલિક અસરથી મહિલા અધિકાર મંડળમાંથી બહાર કરી દીધું છે. આ ઠરાવ અમેરિકા દ્વારા યુએનમાં લાવવામાં આવ્યો હતો જેમાં 8 દેશોએ વિરુદ્ધ મતદાન કર્યું હતું અને 16 દેશોએ મતદાનથી દૂર રહ્યા હતા.

ઈરાનને આ મોટો ઝટકો આપવામાં અમેરિકા મોટી ભૂમિકા ભજવી છે. ગયા મહિને અમેરિકાએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું અને કહ્યું હતું કે, ઈરાનમાં મહિલાઓ પર થતા અત્યાચારો નજરઅંદાજ કરી શકાય નહીં અને તેને યુએનની મહિલા સંબંધિત વૈશ્વિક સંસ્થા માંથી બહાર રાખવાના પ્રયાસો કરવામાં આવશે.

અમેરિકા એવો પણ આરોપ લગાવ્યો હતો કે, ઈરાનમાં મહિલાઓના માનવાધિકાર સતત કચડવામાં આવી રહ્યું છે, તેમને નબળા બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ દલીલોને સમજીને યુએનએ અમેરિકાના આ પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો અને બુધવારે મતદાન થયું હતું.

વોટિંગ પછી આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો અને ઈરાન ને મહિલા અધિકાર સંસ્થામાંથી હાંકી કાઢવામાં આવ્યું અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને આ મતદાનને ઐતિહાસિક ગણાવ્યું છે. તેમના તરફથી એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, આ મતદાન ઈરાનમાં મહિલાઓ પર થતા અત્યાચારનો જવાબ છે. તે સંકેત છે કે ઈરાન સામે ઘણા દેશો એક થઈ રહ્યા છે

Latest Stories